🌹 પ્રિય નિરામય મિત્રો, સુપ્રભાતમ.. 🌄🍎🍓🍅🍇
શરદ ઋતુની વિદાય સાથે અને શિયાળાના આગમન સાથે તબિયત સુધારણાનો અને તબિયત જમાવવાનો સમય આવી ગયો છે. આ સમયે સિનિયર્સને કફની તકલીફ વધતી હોય છે. કફ માટેના ઈલાજો માટેની નીચેની પોસ્ટ સાચવી રાખશો, અમલમાં મુકશો તો ફાયદો થશે. સ્નેહીજનોને જરૂર મોકલશો.
*બદલતી ઋતુમાં ગળા અને છાતીમાં કફ જમા થવાની તકલીફ મટાડવા માટેના ખર્ચ વગરના દેશી-ઘરેલું ઉપચારો*
1)- 200 ગ્રામ આદુ છોલી ચટણી બનાવી 200 ગ્રામ ઘીમાં શેકી, શેકાયને લાલ થાય ત્યાંરે એમાં 400 ગ્રામ ગોળ નાખી, શીરા જેવી અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ 10-10 ગ્રામ જેટલો ખાવાથી કફ વૃદ્ધિ મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઇ શકે છે.
2)- 10-15 ગ્રામ આદુના રસમાં મધ મેળવીને પીવાથી કંઠમાં રહેલો કફ છૂટો પડે છે. અને વાય મટે છે. એનાથી હૃદયરોગ, આફરો, અને સૂળમાં પણ ફાયદો થાય છે. ખોરાક પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે. અને જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
3)- આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ(સિંધાલુણ) એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે.
4)- છાતીમાં કફ સુકાઇને ચોંટી જાય, વારંવાર વેગ પૂર્વક ખાસી આવે ત્યારે સૂકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોંપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો.
5)- ડુંગળીના કકડા કરી ઉકાળો કરીને પીવાથી કફ દૂર થાય છે.
6)- પાકી સોપારી ખાવાથી કફ મટે છે.
7)- ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દૂર કરે છે.
8)- 2 થી 4 સુકા અંજીર સવારે અને સાંજે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમણ ઘટે છે.
9)- રાત્રે સૂતી વખતે 30-40 ગ્રામ ચણા ખાઇ ઉપર 100-125 ગ્રામ દૂધ પીવાથી શ્ર્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.
10)- વેંગણ (રીંગણાં) કફ મટાડે છે. શિયાળામાં વધુ ખાવા.
11)- સૂંઠ, મરી, પીપર અને સિંધવ દરેક 10-10 ગ્રામના બારીક વસ્ત્રગાળ ચૂર્ણમાં 400 ગ્રામ બી કાઢેલી કાળી દાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી 20 ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.
12)- કફ હોય તો પાણી થોડું ગરમ (નવશેકું) હોય તેવું સૂંઠ નાખીને પીવું.
13)- વાટેલી રાય એકાદ નાની ચમચી સવાર-સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાયતો રાય આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું.
14)- એલચી, સિંઘવ, ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી કફ રોગ મટે છે.
15)- છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખૂબ તકલીફ થતી હોય, જીવન-મરણનો પ્રશ્ર્ન ઉપસ્થિત થયો હોય તો દર અડધા કલાકે રુદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલચી થઇ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.
16)- સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે. કોકોમાં થ્રીઓબ્રોમાઇન નામનું તત્વ હોય છે. જે કફ દૂર કરે છે.
17)- રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીના પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળા મરી, ચણાના દાણા જેવડાં આઠ થી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મૂકી બીડું વાળી ધીમે ધીમે ખૂબ ચાવીને ખાવાથી 10-15 દિવસમાં કફ મટે છે.
18)- ફેંફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ(મૂલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચૂર્ણ 1-1 ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દિવસોમાં કફ નીકળી જઇ ફેંફસા સ્વચ્છ થાય છે.
19) 🌦️બદલતી ઋતુમાં વાઈરલ તાવ-કફ-શરદી- ઉધરસ માટે — સુંઠ પાવડર - 50 ગ્રામ, કાળામરી પાઉડર - 20 ગ્રામ, હળદર પાવડર - 50 ગ્રામ, દેશી ગોળ(દવા વગરનો) - 250 ગ્રામ લઈ - ગોળ ને કડાઈમાં ગરમ કરવો, ઓગળે એટલે તેમાં બાકીની ત્રણેય ઔષધિનો પાઉડર બરોબર મિક્સ કરવો, ત્યારબાદ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. વાઈરલ તાવ-શરદી-કફ ની તકલીફ઼ વખતે બે-બે કલાકે 1-1 ગોળી હુંકાળા ગરમ પાણી સાથે લેવી.
🍃🍃 માત્ર બે દિવસમાં જ વાઈરલ તાવ-કફ-શરદી શરીર તૂટવું, કળતર, વગેરે દુર થશે અને કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.
સૌજન્ય:- આયુર્વેદ હોમ મેઇડ
*નિરામય જગત*