Create Event
   - Online Subscription

ભાષા મારી ગુજરાતી - Online Subscription

ભાષા મારી ગુજરાતી - Online Subscription

Online

INR 100 Tickets
ભાષા મારી ગુજરાતી - Online Subscription, 21 March | Online Event | AllEvents.in ભાષા મારી ગુજરાતી - Online Subscription

“ભાષા મારી ગુજરાતી'“ વિશે


“માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન'ના મુખપત્ર “ભાષા મારી ગુજરાતી' ત્રિમાસિક દ્વારા

માતૃભાષા ગુજરાતી અને સાહિત્યના સમૃદ્ધ વારસાને નવી પેઢી સુધી લઈ જવાના

વિનપ્રપ્રયાસરૂપે નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે:


(૧) માતૃભાષાસજ્જતા અંતર્ગત ગુજરાતી વ્યવહારભાષા સંદર્ભે ગુજરાતી

વર્ણપરિચય જોડાક્ષરો જોડણી અનુસ્વાર વિરામચિહ્ન શબ્દરચના અને

સામાસિક શબ્દો પદક્રમ અને પદસંવાદ વાક્યરચના અને વાક્યપ્રકારો

સાતત્યપૂર્ણ-પ્રવાહી-મુદ્દાસર લેખન શુદ્ધ ભાષાલેખન વગેરે મુદ્દાઓ વિશે

અભ્યાસ સામગ્રી/લેખો પ્રકાશિત કરવામાં આવશે.


(૨) માતૃભાષાસંરક્ષણ અંતર્ગત ગુજરાતી ભાષાસાહિત્યવારસા સંદર્ભે ગુજરાતી

કવિતા નવલિકા નવલકથા એકાંકી નાટક નિબંધ આત્મચરિત્ર

જીવનચરિત્ર વગેરેને લગતી ચયન કરેલી ઉત્તમ કૃતિઓ/કૃતિના અંશો અને

સંલગ્ન કૃતિઓ વિશે આસ્વાદાત્મક પરિચયલેખ પ્રકાશિત કરવામાં આવશે.


(૩) માતૃભાષાસંવર્ધન અંતર્ગત ગુજરાતી ભાષાસાહિત્યવિકાસ સંદભે પ્રશિષ્ટ

તેમજ વર્તમાન નવોદિત સાહિત્યકારો પાસેથી કવિતા નવલિકા એકાંકી

નાટક નિબંધ ચરિત્ર વગેરે વિશે સાહિત્યકૃતિઓ મંગાવીને ચયન કરેલી ઉત્તમ

કૃતિઓ પ્રકાશિત કરવામાં આવશે.


“ભાષા મારી ગુજરાતી' ફેબ્રુઆરી મે ઓગસ્ટ અને નવેમ્બર માસની એકવીસ


તારીખે પ્રકાશિત કરવામાં આવશે.


"માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન" એ એક નોંધાયેલ ન્યાસ(ટ્રસ્ટ) છે. જેની નોંધણી તારીખ: ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૮ છે. આ ન્યાસમાં સાત ન્યાસીઓ(ટ્રસ્ટીઓ) છે:

(૧) શ્રી ભાગ્યેશભાઈ જ્હા

(૨) શ્રી હર્ષદભાઈ શાહ

(૩) શ્રી પ્રવીણભાઈ વઘાસિયા

(૪) શ્રી ગોપાલભાઈ માકડિયા

(૫) શ્રી નારાયણભાઈ મેઘાણી

(૬) ડૉ. જયભાઈ ઓઝા

(૭) શ્રી કિશોરભાઈ જિકાદારા

આ ન્યાસનાં ત્રણ આધારભૂત સૂત્રો છે:

(૧) ભાષાસજ્જતા

(૨) ભાષાસંરક્ષણ

(૩) ભાષાસંવર્ધન

Tickets

Tickets for ભાષા મારી ગુજરાતી - Online Subscription can be booked here.

Event Photos
Report a problem

Event Information

Date & Time

Multiple Dates

Location

Online

Hosted by