Search results for:
No result found! Try with different keywords!
Users
Organizers
Events
Advertisement
Oh Snap, this is a past event! 😵

Do you want to get notified when this event happens again?

Reiki First Degree Workshop.

Advertisement

Reiki First Degree Workshop.


રેઇકી એટલે વૈશ્વિક ચૈતન્યશક્તિ જે સવૅત્ર છે. સર્વમા છે. જડ, ચેતન, સ્થજ્ઞ, કાળ, સમયથી આ શક્તિ પર છે. આપણા શાસ્ત્રોએ પણ ‘ સજ્ઞાન ચેતન શક્તિ ‘ ની વાતો હજારો વર્ષો પુર્વ કરેલી છે. આપણા ઉપનિષદોમાં પણ પ્રાણ ને બ્રહ્મ કહેવામાં આવ્યો છે. પ્રાણ શરીરના કણ કણમાં વ્યાપ્ત છે, શરીર ની કર્મેંન્દ્રિયો તો સુઇ પણ જાય છે, વિસ્રામ પણ કરી લે છે, પરંતુ આ પ્રાણશક્તિ ક્યારેય પણ ન તો સુવે છે, ન તો વિસ્રામ કરે છે. રાત-દિવસ નિંરતર રૂપે કાર્ય કરતી જ રહે છે, ચાલતી જ રહે છે. જ્યાં સુધી પ્રાણશક્તિ ચાલતી રહે છે, ત્યાં સુધી પ્રાણીઓનું આયુષ્ય રહે છે. પ્રાણ જ્યાં સુધી કાર્ય કરતુ રહે છે, ત્યાં સુધી જીવન છે, પ્રાણી ત્યાં સુધી જીવીત કહેવાય છે. પ્રાણશક્તિના કાર્ય બંધ કરવા પર તે મ્રૂતક કહેવાવા લાગે છે. શરીરમાં પ્રાણ જ તો બધુ છે. અખંડ બ્રમ્હાંડમાં પ્રાણ સર્વાધિક શક્તિશાળી અને ઉપયોગી જીવનીય તત્વ છે. પ્રાણ ના આશ્રયથી જ જીવન છે. પ્રાણના કારણે જ પિંડ ( દેહ ) તથા બ્રમ્હાંડ ની સતા છે. પ્રાણની અદ્રશ્ય શક્તિથી જ સંપુર્ણ વિશ્વનું સંચાલન થઇ રહ્યું છે. આપણું શરીર પણ પ્રાણની ઉર્જા શક્તિથી ક્રિયાશીલ થાય છે. આપણુ અન્નમય કોશ ( Physical Body ) દ્ર્શ્ય શરીર પણ પ્રાણમય કોશ ( Etheric Body ) ની અદ્ર્શ્ય શક્તિથી સંચાલિત થાય છે. ખોરાક વગર વ્યક્તિ લાંબા સમય સુધી જીવીત રહી શકે છે, પરંતુ પ્રાણ વગર તેના જીવનનું અસ્તિત્વ જલ્દી જ સમાપ્ત થઇ જાય છે. પ્રાણિક ઉર્જા ( Aura ) જ આપણી જીવન-શક્તિ તથા રોગ-પ્રતીરોધક શક્તિનો આધાર છે. બધી મહત્વપુર્ણ ગ્રંથિઓ ( Glands ) હ્ર્દય, ફેફસા, મસ્તિષ્ક અને મેરુદંડ સહીત સંપુર્ણ શરીરને પ્રાણ જ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. પ્રાણની ઉર્જાથી જ આંખોની દર્શન-શક્તિ, કાનોમાં સ્ર્વણ-શક્તિ, નાસિકામાં સુગંધ-શક્તિ, વાણીમાં સરસતા, મુખ પર આભા, ઓજ અને તેજ, મસ્તિષ્ક્માં જ્ઞાન-શક્તિ અને ઉદર માં પાચન-શક્તિ કાર્યરત રહે છે. માટે જ ઉપનિષદોમાં ઋષિ કહે છે.
“ પ્રાણસ્યેદં વશે સર્વ ત્રિદિવે યત્પ્રતિષ્થિતમૂ !
માતેવ પુત્રાનૂ રક્ષસ્વ શ્રીશ્ચ પ્રજ્ઞાં ચ વિધેહિ ન ઇતિ !! ”

“ અર્થાત - પ્રુથ્વી, ધૌ તથા અંતરીક્ષ આ ત્રણે લોકોમાં જે કંઇ પણ છે, તે બધુ પ્રાણના વશમાં છે. હે પ્રાણ ! જે રીતે માતા સ્નેહ ભાવથી પુત્રોની રક્ષા કરે છે, એવી જ રીતે તું અમારી રક્ષા કર. અમને શ્રી ( ભૌતિક સમ્પદા ) તથા પ્રજ્ઞા ( માનસિક અને આત્મિક એશ્વર્ય ) પ્રદાન કર. ” ( પ્રશ્નોપનિષદ ૨.૧૩ ) પ્રાણશક્તિ છે, પ્રાણ અમ્રુત છે, પ્રાણ જ આયુ છે, જીવન છે. મહાવિરાટ પ્રાણ સમસ્ત સંસારનો સમ્રાટ છે, સર્વશિરોમણિ છે. વૈદિક કાળમાં પણ પ્રાણની ઉપાસના અતિપવિત્ર ભાવથી થતી હતી. આપણા ઋષિ-મુનિઓ પ્રાણની ઉપાસના થકી તંદુરસ્તીભર્યુ લાંબું જીવન જીવ્યા હતા અને આત્મખોજની ઊંચી ભુમિકાએ પહોંચી પ્રાણનું મહત્વ સમજાવ્યુ હતુ. આ ઉપરાંત ઉપનિષદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રાણ ને શરીર, બળ, મનોબળ, બુધ્ધિબળ, આત્મબળ અને આધિ-વ્યાધિ, ચિંતા, નિરાશા અને વિકારોમાં ફસાઇ પડેલા માટે આશા, ઉમંગ, ઉત્સાહ, પ્રસન્નતા, સ્ફુર્તિ અને પ્રેરણાત્મક સ્વસ્થ જીવન દેનાર અમ્રુત પણ કહેલ છે. જેના સેવનથી મ્રુત્યુ પર વિજય પ્રાપ્ત કરનારને અમ્રુત કહેલ છે. મરણાસન પર જઇ બેઠેલાને પુન;જીવીત કરનાર આ પ્રાણ છે. પાપ-તાપ અને અનેક સંતાપોમાં સપડાયેલાને પુન;જીવન શક્તિ પ્રદાન કરે છે. પ્રાણને ઉપનિષદોમાં આયુ પણ કહેલ છે. આયુનો અર્થ થાય છે આયુષ્ય પ્રાણની ઉપાસના કરનારને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને ભીષ્મ જેવા ઉપાસકને ઇરછામ્રુત્યુ પણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોઇએ તો ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓનુ ઉદગમ સ્થાન જ પ્રાણતત્વ ગણાય છે. જે વ્યક્તિ જેટલું આ પ્રાણતત્વ બ્રમ્હાંડમાંથી ખેચી શકે તેટલો તે મહામાનવ બનવાને સક્ષમ બનતો જાય છે.
આ ચેતનાશક્તિ અથવા પ્રાણશક્તિ સમગ્ર બ્રમ્હાંડમાં વ્યાપેલી છે. જડ પદાર્થમાં અણુ અને પરમાણુ સ્વરૂપે આવેલ છે. સુષુપ્ત અવસ્થામાં પડેલ આ શક્તિ ઉપર રાસાયણિક ક્રિયા કરવામાં આવે તો તે જાગ્રુત થાય છે. જેનો અનુભવ આખિ દુનિયાને ૧૯૪૫ માં જાપાનના હિરોસિમા અને નાગાસાકી ઉપર પડેલ બોમ્બના વિસ્ફોટથી થઇ ગયો છે. પાશ્વાત્ય વિજ્ઞાન પણ હવે પુરવાર કરી ચુકયુ છે કે આ જગત માત્ર કશુ નથી, પણ એક પ્રચંડ શક્તિ છે ‘ Mass of Energy ‘ અને એટલુ જ નહિ, પરંતુ વિશ્વમા બધું જ એક્મેક સાથે સંકળાયેલુ છે. કારણ કે આ શક્તિ એક છે અને અનંત છે. વીસમી સદીના અગ્રણ્ય વિજ્ઞાનીઓ એ નિષ્કષૅ પર આવ્યા છે કે આખા વિશ્વમાં અવિભાજ્ય પણે વ્યાપેલી એક અતિ પવિત્ર શક્તિ ઉર્જા રૂપે અસ્તિત્વ ધરાવે છે. તે પોતાની અંદરથી સજીવ નિર્જિવ તમામ પદાર્થો ને ઉત્પન્ન કરતી રહે છે. અર્વાચીન ભૌતિક વિજ્ઞાનની સુપર ગ્રેવીટેશન થીયરી ‘Standardized Balanced Field‘ ના અસ્તિત્વની વાત કરે છે. જે પોતે પોતાની સાથે જ સદાય જોડાયેલુ રહે છે. ભૌતિક વિજ્ઞાનીઓએ આને ‘ Field of Pure Intelligence ‘ નામ આપ્યુ છે. તેઓ દર્શાવે છે કે સર્જનના આધાર રૂપ બધા પદાર્થરૂપો કે જીવસ્વરૂપો આ ઉર્જામાંથી જ ઉત્પન્ન થાય છે. ભૌતિક વૈજ્ઞાનીક જેક સરફાતીએ અને કલોસર ફિડમેને પ્રયોગોના આધારે દર્શાવ્યું છે કે આકાશમાં જુદા જુદા સ્થળે રહેલા દરેક પદાર્થો હંમેશા વૈશ્વિક ઉર્જાના અખંડ સ્ત્રોતથી એકબીજા સાથે જોડાયેલા રહે છે અને કોઇપણ જાતના ‘ સિગ્નલ ‘ ની આપ લે વિના તેમના અંતગૅત ક્ષેત્રમા જે બને છે તેની તત્ક્ષણ જાણકારી પણ મેળવી લે છે. આપણે લોકો જાણીયે જ છિયે કે આખુ બ્રહાંડ એક સર્જનાત્મક ઉર્જા થી ભરેલુ છે. આપડે લોકો જમીન મા એક દાણો નાખીયે છિએ અને કુદરત આપણને હજાર દાણા કરીને આપે છે. નદી, જરણા, ચાંદ, સીતારા, આ બધુ આ ઉર્જા ના કારણે જ રોસન છે. આપડા વ્યવહારીક જીવન મા પણ ઘણીવાર આપડે આ સર્જનાત્મક ઉર્જા ના ચમત્કારો જોતા જ હોઇયે છિયે. આકાશ મા વીજળી નુ ચમકવુ, માથુ ઓરાવતી વખતે વાળ માથી અને ખાસ કરીને કાંસકા માથી તળ તળ તળ અવાજ આવવો, ઘણીવાર એવુ પણ બનતુ હોય છે કે કોઇ વયક્તિ પ્લાસ્ટીક ની ખુરસી ઉપર બેઠુ હોય અને પાછળ થી જ્યારે આપડે એને અડીયે ત્યારે જાટકો લાગે. આ બધુ આ ઉર્જા ના કારણે જ થતુ હોય છે. તમામ અસ્તિત્વ ને એક જીવંત પ્રાણશક્તિ વળગેલી રહે છે. પહેલા આપણે પથ્થર, વાયુ, લાકડુ, પ્રકાશ, વગેરે ને નિર્જીવ કહેતા નિર્જીવ વસ્તુ ઓ વિચાર-રહિત બુધ્ધિ-રહિત મનાતી પણ આજે ક્વોન્ટમ ફિઝિક્સ ના સંશોધનોએ સાબિત કર્યુ કે નિર્જિવ પદાર્થ ની અંતર્ગત રહેલા અતિ સુક્ષ્મ પરમાણ્વિક કણો વિચારશીલ અને બુધ્ધિમાન અનુભવ જ્ઞાનયુક્ત હોય છે. પદાર્થ ના એક નાના મા નાના પરમાણુમાં પણ કેટલી પ્રચંડ ઉર્જા પડેલી હોય છે તો માનવીના સમગ્ર શરીરમાં કેટલી ઉર્જા હસે. આ સંસાર નો કોઇ પણ જીવ આ પ્રાણ ઉર્જા ના માધ્યમ થી જ આ સંસાર મા આવતો હોય છે. ગર્ભની અંદર જ્યારે બાળકનો દેહ બંધાય છે ત્યારે સૌ પ્રથમ તેની ભીતર પ્રાણ નો પ્રવેશ થાય છે. પ્રાણ ઉર્જાના માધ્યમ દ્વારા જ દેહ બંધાય છે. અને બીજુ એ કે કોઇપણ વ્યક્તિ આ પ્રાણ ઉર્જા ના માધ્યમ થી જ પોતાના બધા કામ કરતો હોય છે. જેમ કે ખાવુ પીવુ, બેસવુ ઉથવુ, આપણી બધીજ ક્રીયાઓ પ્રાણઉર્જા ના માધ્યમ થી જ થતી હોય છે અને પ્રાણશક્તિ માત્ર મગજ માં છે એવુ નથી, એ શરીર ના પ્રત્યેક કોષ માં વ્યાપેલી છે. શરીર માં વિધુત નાં પ્રત્યેક પરમાણુ મા ૨.૪૨.૨૫૦ મણ વજન ઉઠાવવાની શક્તિ છે. અને તાબાં નાં તારો મા વહેતી વિજળી કરતા હજારો ગણી સુક્ષ્મ ઝડપી અને શક્તિ સંમ્પન છે. આપણે જાણીએ જ છીયે કે પ્રકાશ ની ગતિ સેકન્ડ નાં ૧.૮૬ હજાર માઇલ ની છે પણ આ પ્રાણશક્તિ સંચાલિત વિચારો ની ગતિ તો બધા કરતા વધુ ઝડપી છે. આધુનીક ભૌતિક વિજ્ઞાન ની ક્વોન્ટમ થીયરી તો કહે જ છે કે વિચાર ને બ્રહાંડ મા એક ખુણે થી બીજા ખુણે જવા મા સેકંન્ડ ના અબજ મા ભાગ જેટલો પણ સમય નથી લાગતો. જો આ વિશ્વશક્તિ નો ઉપયોગ કરતા આવડી જાય તો કોયપણ વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ, સમ્રુધ્ધિ, સ્વાસ્થ્ય અને કંઇ પણ મેળવી શકે છે.Liked this event? Spread the word :

Map Vaishnodevi Circle, Ahmedabad, India
Loading venue map..
Report a problem

Are you going to this event?

Organizer

Buddha Reiki Meditation & Acupressure center.
Advertisement